View Hymn (Bhajan)
Hymn No. 1259 | Date: 19-May-19951995-05-191995-05-19મુક્તિનું દ્વાર તો તારા કાજે ખૂલલું છે(2)Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=muktinum-dvara-to-tara-kaje-khulalum-chheમુક્તિનું દ્વાર તો તારા કાજે ખૂલલું છે(2)
હૈયામાં રે તારા તૂટી જ્યાં સ્વાર્થની દીવાર, છે મુક્તિનો…
હૈયામાં રે તારા જ્યાં જાગ્યો પરમાર્થ પ્રત્યે પ્રેમભાવ, છે મુક્તિનો
હૈયામાંથી રે તારા મટી જ્યાં લોભલાલચની ભાવના છે
જીવનમાં રે તારા સુધર્યું જ્યાં તારું આચરણ છે
પ્રેમ ને પ્યાર એ વસ્યા તારા દિલમાં, છે મુક્તિનો
હૈયામાંથી રે તારા, મટયો અહંમને અહંકાર છે
દિલમાં રે તારા હર એકને સુખ આપવાના જન્મ્યા ભાવ છે
મુક્તિનું દ્વાર તો તારા કાજે ખૂલલું છે(2)