View Hymn (Bhajan)
Hymn No. 1267 | Date: 20-May-19951995-05-201995-05-20મારી રચેલી જાળમાં હું પોતેજ ફસાતો જાઉં છુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=mari-racheli-jalamam-hum-poteja-phasato-jaum-chhumમારી રચેલી જાળમાં હું પોતેજ ફસાતો જાઉં છું
ફસાતા જાળમાં હું તો પિંજરે પુરાઈ જાઉં છું
મુક્ત આકાશે ઊડવાની તમન્ના થી દૂર હું થઈ જાઉં છું
પુરાઉ છું જ્યાં પિંજરામાં, મુક્ત હવાનો અહેસાસ ભૂલી જાઉં છું
પિંજરામાં રૂંધાતો હું દુઃખી ને દુઃખી થાતો જાઉં છું
જિંદગી સાથેની મજા માણવાનું હું તો, ભૂલતો જાઉં છું
ઇચ્છાઓના ડુંગર તો જોશમાં હું ખડકતો જાઉં છું
પહોંચ્યા પહેલા એ ડુંગર પર હું તો ખૂબ થાકી જાઉં છું
હાથના કર્યા હૈયે વાગ્યા, એ હકીકત પાસે પહોંચતો જાઉં છું
દુઃખ દર્દ ભર્યા સળિયા પાછળ, આંસુ સારતો રહી જાઉં છું
ફેલાવી ફેલાવી હાથ, સુખની ભીખ માંગવા લાગી જાઉં છું
મળે ભીખ અગર તોય, દુઃખી ને દુઃખી રહી જાઉં છું
પુરાતા પિંજરામાં, લાચાર ને વિવશ હું થઈ જાઉં છું
ભૂલીને મારી ઊંચી ઉડાન,ઘૂંટણા ટેકી બેસી જાઉં છું
એક એક ઇચ્છા આગળ મજબૂર, બનતો ને બનતો જાઉં છું
આશાના તાંતણામાં, નિરાશાના મોતી પરોવતો જાઉં છું
ભૂલું છું જ્યાં ખુદને, ખુદાનો ખ્યાલ પણ ભૂલી જાઉં છું
ક્ષણે ક્ષણે દમ તોડતો ને તોડતો, હું તો જીવતો જાઉં છું
સુખદુઃખના પડછાયાને હકીકત માનતો જાઊ છું
ક્ષણિક સુખોમાં રાચતો, પરમાનંદની ધૂન ભૂલતો જાઉં છું
શ્વાસે શ્વાસે ક્ષીણ હું થાતો ને થાતો જાઉં છું
જીવનના રણમાં ભટકતો, ખોવાતો ને ખોવાતો જાઉં છું
મારી રચેલી જાળમાં હું પોતેજ ફસાતો જાઉં છું