View Hymn (Bhajan)
Hymn No. 4675 | Date: 20-Feb-20182018-02-202018-02-20પૂજન કર્યું, અર્ચન કર્યું, તારું ધ્યાન કર્યુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=pujana-karyum-archana-karyum-tarum-dhyana-karyumપૂજન કર્યું, અર્ચન કર્યું, તારું ધ્યાન કર્યું
સમજાયું નહીં અંતે, કર્યું તો શું કર્યું
એવું તે કેવું તારું પૂજન કર્યું, કે તારા ગુણ ના ગ્રહી શક્યા
ધીરજવાન છે તું પ્રભુ, ધીરજને અમે ના પામી શક્યા
શાંતિનો સાગર છે તું પ્રભુ, અશાંત અમે તો રહ્યા સદા
એવાં કેવાં પૂજન કર્યાં કે, સ્પર્શ તારો ના પામી શક્યા
ગુણોનો દરિયો છે તું, અમે અવગુણના ભંડાર રહ્યા
આનંદ ને પ્રેમનો દાતા છે તું, અમે ઈર્ષામાં સદા જલતા રહ્યા
નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ છે તું, અમે આકારોમાં રાચતા રહ્યા
સમજાયું નહીં આખર, કર્યું તો શું કર્યું
પૂજન કર્યું, અર્ચન કર્યું, તારું ધ્યાન કર્યું