View Hymn (Bhajan)
Hymn No. 210 | Date: 14-Jun-19931993-06-141993-06-14મારું ખોવાયું છે પ્રભુ કાંઈ, મને ગોતી દે, મને ગોતી દેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=marum-khovayum-chhe-prabhu-kami-mane-goti-de-mane-goti-deમારું ખોવાયું છે પ્રભુ કાંઈ, મને ગોતી દે, મને ગોતી દે
ગોતીને મને તું, પાછું આપી દે ……
નિર્દોષતા મારા બચપનની, મને તું પાછી આપી દે, ….
વિશ્વાસનો શ્વાસ મને પાછો આપી દે ….
શ્રદ્ધાના એ સૂર મને આપી દે તું, આપી દે …..
ભોળીભાલી સૂરત મને પાછી તું આપી દે, મને આપી દે …..
થાક વિનાના યત્નો મને આપી દે, પાછા આપી દે …..
વેરાતા ફૂલડા જેવું હાસ્ય મને આપી દે, પાછો આપી દે …..
મારા હૈયાની એક્તા મને પાછી આપી દે, તું આપી દે….
મારી પ્રેમભરી દૃષ્ટિ, મને પાછી આપી દે, તું આપી દે …..
મારું ખોવાયું છે પ્રભુ કાંઈ, મને ગોતી દે, મને ગોતી દે