View Hymn (Bhajan)
Hymn No. 1130 | Date: 08-Jan-19951995-01-081995-01-08મૂંઝવણમાં મૂંઝવીને અમને, હસતો રહ્યો છે તું સદાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=munjavanamam-munjavine-amane-hasato-rahyo-chhe-tum-sadaમૂંઝવણમાં મૂંઝવીને અમને, હસતો રહ્યો છે તું સદા
ચાહીએ એમાંથી બહાર નીકળવા, ત્યારે આવીએ પાસે તારી સદા
મોકાનો ફાયદો ઉઠાવવામાં તું પણ ઉસ્તાદ રહ્યો છે સદા
મૂંઝવણમાં મૂંઝવી મૂંઝવી, થકવતો અમને તું રહ્યો છે સદા
જાણી ભેદ બધા અમારા હૈયાના મુસ્કુરાતો રહ્યો છે તું સદા
મોકો એક એવો અમને પણ મળે, જોઈ રહ્યા છીએ વાટ અમે તો ખુદા
મૂંઝવી દઈએ તને પણ, મૂંઝવણમાં પછી હસીએ અમે બધા
છે મૂંઝવણ શું એનો કરાવી દઈએ તને અહેસાસ જરા
સદા મુસ્કુરાતા તારા ચહેરાની, જોઈ લઈએ ત્યારે અદા
મળી જાય જો એક મોકો તો, તને મૂંઝવી દઈએ અમે બધા
એ મૂંઝવણમાં પણ હસતો રહે જો તારો ચહેરો, તો થઈ જશું અમે ફિદા
મૂંઝવણમાં મૂંઝવીને અમને, હસતો રહ્યો છે તું સદા