View Hymn (Bhajan)
Hymn No. 1291 | Date: 27-Jun-19951995-06-271995-06-27ના કરે કદી ભૂલ પ્રભુ તું, તોયે તે કેમ આમ કર્યુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=na-kare-kadi-bhula-prabhu-tum-toye-te-kema-ama-karyumના કરે કદી ભૂલ પ્રભુ તું, તોયે તે કેમ આમ કર્યું
ના રાખી જગતને સર્જવામાં કોઈ કમી, તોય એક કમી કેમ રાખી દીધી
આપી દીધું બધું માંગ્યા વગર, તોય એક કમી કેમ તે રાખી?
નજરમાં રે મારી કેમ તે કમી રાખી દીધી, એ એક કમી કેમ તે દીધી?
હૈયામાં રે મારા પ્રભુ તે કેમ, અસંતોષની જ્વાળા જલાવી દીધી
તારી પૂર્ણ સૃષ્ટિને જોઉં હું કેવી રીતે, જ્યાં આંખમાં અપૂર્ણતા છે વસી
દઈ દઈને પ્રભુ આવી આકરી સજા તે કેમ મને દઈ દીધી?
માયાના એ ખેલમાં, તે મને કેમ ફસાવી રે દીધી?
ના રહ્યો દૂર તું મારાથી તોય દૂર મને કેમ તે કરી દીધી?
તારી પૂર્ણતાના દર્શન કરવા કાજે, દ્રષ્ટિ કેમ મને ના રે દીધી?
ના કરે કદી ભૂલ પ્રભુ તું, તોયે તે કેમ આમ કર્યું