View Hymn (Bhajan)
Hymn No. 1290 | Date: 27-Jun-19951995-06-271995-06-27થઈ ગઈ, થઈ ગઈ, ધડાધડી તો થઈ ગઈ(2)Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=thai-gai-thai-gai-dhadadhadi-to-thai-gaiથઈ ગઈ, થઈ ગઈ, ધડાધડી તો થઈ ગઈ(2)
થઈ કેમ, થઈ કેવી રીતે, થઈ શા માટે, ના પૂછો એ કોઈ ધડાધડી …
ઘટી સમજણશક્તિ જ્યાં, જીવનમાં મુસીબતોની ધડાધડી …
ના મળ્યા મનના મેળ જ્યાં એક બીજાના, ઘર સંસારમાં રે ત્યારે ધડાધડી તો થઈ ગઈ
કર્યા ખોટા વિચાર જ્યાં જીવનમાં રે, હૈયામાં રે ત્યારે થઈ અશાંતિની ધડાધડી
આવ્યા પરિણામ જ્યારે એવા, ધડાધડીની પહેંચાન અમને થઈ ગઈ
ચાહ્યું ઘણું દૂર રહેવા એનાથી, તોય દૂર એનાથી ના રહી શક્યા ધડાધડી તો થઈ ગઈ
ના કરી જ્યાં સુધી સુલેહ સમજોતો, બંધ એ તો ના થઈ
નવા નવા રૂપ ધરી એ તો સામે ને સામે આવતી રહી ધડાધડી …
બરબાદીને અમારી પાસે બોલાવતી રહી, ધડાધડી જીવનની
થઈ ગઈ, થઈ ગઈ, ધડાધડી તો થઈ ગઈ(2)