View Hymn (Bhajan)
Hymn No. 1165 | Date: 20-Jan-19951995-01-201995-01-20ના માંગવું હતું એ માંગી મેં તો રે લીધુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=na-mangavum-hatum-e-mangi-mem-to-re-lidhumના માંગવું હતું એ માંગી મેં તો રે લીધું
દિલને ચેન આપવા ને બદલે, બેચેન વધારે મેં તો કરી દીધું
ધાર્યું હતું મળશે સુખચેન વધારે, દુઃખી એને તો કરી દીધું
માંગવાની આદતે મારી, મને લાચાર કરી દીધો, ના માંગવું …..
કરી કોશિશો કરાર આપવાની, એને બેકરાર મેં તો કરી દીધું
કર્યો હતો વાદો સુખ આપવાનો વાદો, એ તોડી રે દીધો
ઝાલ્યો હતો જેનો હાથ, હાથ એનો છોડી રે દીધો
કરવું ના હતું જે મને ક્યારેય, એ કરી મેં તો દીધું
ભૂલીને પ્રભુ તારું સ્મરણ, ઇચ્છાઓનો વધારો કરી દીધો
જરૂરિયાત ઘટાડવાને બદલે, જરૂરિયાત વધારી રે દીધી
ના માંગવું હતું એ માંગી મેં તો રે લીધું