View Hymn (Bhajan)
Hymn No. 3250 | Date: 17-Feb-19991999-02-171999-02-17ના તમારી પાસે, ના તમારાથી દૂર, હાલત અમારી આવી છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=na-tamari-pase-na-tamarathi-dura-halata-amari-avi-chheના તમારી પાસે, ના તમારાથી દૂર, હાલત અમારી આવી છે,
સ્ફૂરી રહ્યાં છે જે વિચાર અમને, અમારા વિચાર તમારી ક્યારી છે,
દુર્લભ છે પામવું તને જીવનમાં, પણ તને પામવું જરૂરી છે,
મુસીબતો ને અડચણોથી ભરેલો રસ્તો, આ કહાની અમારી છે,
વિશ્વાસમાં તમારા રહી, વધારીએ વિશ્વાસ એ શક્તિ અમારી છે,
અરે કહીએ છીએ શોધવા તમને, ક્યાં એ અજ્ઞાન અમારું છે,
ભૂલ્યા છીએ જીવનમાં, વ્યાપક્તા ને વિશાળતા એ હકીકત અમારી છે,
સ્વાર્થમાં સપડાયા એવા કે, એમાંથી બહાર નીકળવું જરૂરી છે,
સંજોગે સંજોગે બદલાય રાહ અમારી, એ જ તો અમારી પરેશાની છે,
પામી રહ્યાં છીએ આટલી જાણકારી, તમારી કૃપાથી, એ ખૂશી અમારી છે.
ના તમારી પાસે, ના તમારાથી દૂર, હાલત અમારી આવી છે