View Hymn (Bhajan)

Hymn No. 3249 | Date: 17-Feb-19991999-02-17જેનો હક નથી એના હક દાવા કરશો નહીંhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jeno-haka-nathi-ena-haka-dava-karasho-nahimજેનો હક નથી એના હક દાવા કરશો નહીં,

પોતાનો હક પૂરવાર કરવા, પુરુષાર્થ કર્યા વિના રહેશો નહીં,

મારો વાલીડો કોઈને ખાલી રાખતો નથી, તમારો પુરુષાર્થ એળે જાશે નહીં,

પૂર્ણ પુરુષાર્થે મળશે બધું જીવનમાં, માગવાની જરૂર રહેશે નહીં,

આપોઆપ મળી જાશે જીવનમાં બધું, હકદાવા ખોટા કરવા પડશે નહીં,

હકદાવા જે કરતા રહ્યાં જીવનમાં, એને પુરુષાર્થ પૂરો કરશે નહીં,

કરેલું નિષ્ફળ જાતું નથી, આ સિદ્ધ વાક્યને જીવનમાં ભૂલશો નહીં,

જાગ્યા ત્યાંથી સવાર, કે સમજ સાચી અપનાવ્યા વિના રહેશે નહીં,

હકદાવાથી હાંસીલ ના થાય કાંઈ, કે અશાંત થયા વિના રહેશો નહીં,

પુરુષાર્થને બનાવજો પરમ હથિયાર જીવનમાં, ફળ સાથે સંબંધ રાખશે નહીં.

જેનો હક નથી એના હક દાવા કરશો નહીં

View Original
Increase Font Decrease Font

જેનો હક નથી એના હક દાવા કરશો નહીં,

પોતાનો હક પૂરવાર કરવા, પુરુષાર્થ કર્યા વિના રહેશો નહીં,

મારો વાલીડો કોઈને ખાલી રાખતો નથી, તમારો પુરુષાર્થ એળે જાશે નહીં,

પૂર્ણ પુરુષાર્થે મળશે બધું જીવનમાં, માગવાની જરૂર રહેશે નહીં,

આપોઆપ મળી જાશે જીવનમાં બધું, હકદાવા ખોટા કરવા પડશે નહીં,

હકદાવા જે કરતા રહ્યાં જીવનમાં, એને પુરુષાર્થ પૂરો કરશે નહીં,

કરેલું નિષ્ફળ જાતું નથી, આ સિદ્ધ વાક્યને જીવનમાં ભૂલશો નહીં,

જાગ્યા ત્યાંથી સવાર, કે સમજ સાચી અપનાવ્યા વિના રહેશે નહીં,

હકદાવાથી હાંસીલ ના થાય કાંઈ, કે અશાંત થયા વિના રહેશો નહીં,

પુરુષાર્થને બનાવજો પરમ હથિયાર જીવનમાં, ફળ સાથે સંબંધ રાખશે નહીં.

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jēnō haka nathī ēnā haka dāvā karaśō nahīṁ,

pōtānō haka pūravāra karavā, puruṣārtha karyā vinā rahēśō nahīṁ,

mārō vālīḍō kōīnē khālī rākhatō nathī, tamārō puruṣārtha ēlē jāśē nahīṁ,

pūrṇa puruṣārthē malaśē badhuṁ jīvanamāṁ, māgavānī jarūra rahēśē nahīṁ,

āpōāpa malī jāśē jīvanamāṁ badhuṁ, hakadāvā khōṭā karavā paḍaśē nahīṁ,

hakadāvā jē karatā rahyāṁ jīvanamāṁ, ēnē puruṣārtha pūrō karaśē nahīṁ,

karēluṁ niṣphala jātuṁ nathī, ā siddha vākyanē jīvanamāṁ bhūlaśō nahīṁ,

jāgyā tyāṁthī savāra, kē samaja sācī apanāvyā vinā rahēśē nahīṁ,

hakadāvāthī hāṁsīla nā thāya kāṁī, kē aśāṁta thayā vinā rahēśō nahīṁ,

puruṣārthanē banāvajō parama hathiyāra jīvanamāṁ, phala sāthē saṁbaṁdha rākhaśē nahīṁ.