View Hymn (Bhajan)
Hymn No. 3251 | Date: 17-Feb-19991999-02-171999-02-17સમયનો સાગર છે બળવાન કંઈક, ઇતિહાસોના ઇતિહાસ એમાં સમાઈ ગયાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=samayano-sagara-chhe-balavana-kamika-itihasona-itihasa-emam-samai-gayaસમયનો સાગર છે બળવાન કંઈક, ઇતિહાસોના ઇતિહાસ એમાં સમાઈ ગયા,
ક્ષણો વીતી દિવસો વિત્યા, યુગોના યુગો તો વીતતા ગયા,
કરી ના શક્યા ગણતરી અહીંયા કોઈ એની, કે સાગરમાં જ્યાં સમાઈ ગયા,
સમયનાં મોજાને શાંત કરી હૈયામાં કર્યું જેણે ધ્યાન, એ આ વાત સમજી ગયા,
બાકી તો આવ્યા કે ના આવ્યા, પહેચાન વગર જ સમયના સાગરમાં સમાઈ ગયા,
ચાહ્યું શોધવા હર કોઈએ, પોતાના અતિતના લેખો ના એ પાછા મળ્યા,
ના જાણે આખર એ લેખો, સમયના સાગરમાં ક્યાં છુપાઈ ગયા,
ચાહે હોય કેવો પણ સમય તો, સહુને પોતાનામાં સમાવતો ગયો,
ક્યારેક મળ્યા કંઈકના એંધાણ તે, ક્યારેક અસ્તિત્વ ભૂંસાઈ ગયા,
આખર આ સૃષ્ટિમાં આવવાવાળા, સમયના સાગરમાં સમાઈ ગયા.
સમયનો સાગર છે બળવાન કંઈક, ઇતિહાસોના ઇતિહાસ એમાં સમાઈ ગયા