View Hymn (Bhajan)
Hymn No. 1359 | Date: 14-Sep-19951995-09-141995-09-14નાના નાના દિલમાં મારા તોફાન ઊઠે છે મોટા મોટાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nana-nana-dilamam-mara-tophana-uthe-chhe-mota-motaનાના નાના દિલમાં મારા તોફાન ઊઠે છે મોટા મોટા
એ જીરવાતું નથી મારાથી રે પ્રભુ, એ જોવાતું નથી
ઊઠે છે દિલમાં તૂફાન, ઊઠે છે કેમ ને ક્યારે એ સમજાતું નથી
ક્યારેક ઊઠે ક્રોધના તોફાન છે, જેમાં કાંઈ હલ્યા વિના રહેતું નથી
ક્યારેક ઊઠે છે મોહના તૂફાન, જેમાં બધું ફસાયા વિના રેહતું નથી
ક્યારેક ઊઠે લાગણીઓના તૂફાન, જે કાબૂમાં જલદી આવતા નથી
કરી છે રચના પ્રભુ તે આવી કેવી, સમજમાં મને એ આવતું નથી
નાના નાના દિલમાં સમાવ્યું તે બધું, વિશાળતા એમાં આપી નથી
વિશાળતા વગર એમાં પ્રભુ, કાંઈ પણ શમી શક્તું નથી
વિશાળતા હોય જે દિલમાં, ત્યાં તોફાન બધા શાંત થયા વિના રહેતા નથી
નાના નાના દિલમાં મારા તોફાન ઊઠે છે મોટા મોટા