View Hymn (Bhajan)
Hymn No. 1691 | Date: 12-Aug-19961996-08-121996-08-12નાદાન છું હું પ્રભુ, તું ના કાંઈ નાદાન છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nadana-chhum-hum-prabhu-tum-na-kami-nadana-chheનાદાન છું હું પ્રભુ, તું ના કાંઈ નાદાન છે
કરશે ને કરે છે જે તું, એમાં તો ઘણુંઘણું સાર છે
હોય અયોગ્ય વ્યવહાર મારો, પણ તારો વ્યવહાર તો સદા યોગ્ય છે
ના સમજું હું જેને તે ક્ષણે, પાછળથી સમજાય તારો ભેદ છે
છે કૃપા કેટલી તારી મારા પર, મોડેથી પણ આવે એનો મને ખ્યાલ છે
હોય કેવા બી સંજોગો તોય તું, એનાથી ના ગભરાય છે
સંજોગો પ્રમાણે વર્તનની સૂચના, સદા તું મને આપતો જાય છે
કરું હું ઘણી ભૂલો તોય, સ્થિરતા તું તારી ના ગુમાવે છે
અડગ ને સ્થિર રહેવાનું છે જીવનમાં, એ સતત કહેતો જાય છે
કરું હું ગાંડપણ તોય તું મને સુધારતો જાય છે, નાદાન છું હું …
નાદાન છું હું પ્રભુ, તું ના કાંઈ નાદાન છે