View Hymn (Bhajan)
Hymn No. 1689 | Date: 12-Aug-19961996-08-121996-08-12મઝધારને સમજીને કિનારો, જ્યાં અમે બેસવા રે ગયાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=majadharane-samajine-kinaro-jyam-ame-besava-re-gayaમઝધારને સમજીને કિનારો, જ્યાં અમે બેસવા રે ગયા,
ત્યાં અમે ડૂબી રે ગયા, ત્યાં અમે ડૂબી રે ગયા.
એકવાર નહીં, બે વાર નહીં, બસ આવું ને આવું સદા અમે કરતા રહ્યા , ત્યાં અમે ડૂબી રે ગયા …
સમજાવ્યું સમજાવનારાઓએ ઘણું, ના સમજ્યા જ્યાં અમે, ત્યાં અમે ડૂબી રે ગયા …
ઇચ્છાઓ ને આશાઓના નશામાં ચકચૂર, અમે જ્યાં થઈ ગયા
ભૂલ્યા ભાન જ્યાં સાચું જીવનમાં, ત્યાં તરી ના શક્યા અમે, કે ત્યાં અમે ડૂબી રે ગયા …
અજ્ઞાનતાના અંધકારમાંથી, જ્યાં અમે બહાર નીકળી ના શક્યા, ત્યાં અમે ડૂબી રે ગયા …
નાદાનિયત ને અહમથી જ્યાં અમે ભરપૂર ભરેલા રહ્યા, ત્યાં …
ખોટી હોશિયારીના ભાર જ્યાં અમે ઉંચકવા રે ગયા, ત્યાં …
વાસ્તવિકતાની અવગણના કરવા ગયા અમે જ્યાં, ત્યાં ….
કિનારાની પહચાન કરતાં અમે જ્યાં ના શીખ્યા, ત્યાં …
મઝધારને સમજીને કિનારો, જ્યાં અમે બેસવા રે ગયા