View Hymn (Bhajan)
Hymn No. 132 | Date: 21-Oct-19921992-10-211992-10-21નથી જ્યાં મૂંઝવણ ભર્યું આ મન, નથી દુર્ગંધભર્યું આ તનSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-jyam-munjavana-bharyum-a-mana-nathi-durgandhabharyum-a-tanaનથી જ્યાં મૂંઝવણ ભર્યું આ મન, નથી દુર્ગંધભર્યું આ તન
જવું છે એ પટમાં રે, જવું છે મને એ પ્રદેશમાં રે
નથી જ્યાં ઈર્ષા ભરેલી આંખ, નથી જ્યાં વેર ભરેલું હૈયું રે
નથી ઝેર ભરેલી વાણી રે, નથી જ્યાં ચાડી ખાતું ચિત્તરે, જવું છે…..
નથી લેવા દેવાની વાત રે, નથી જ્યાં કહો છો શું એવા શબ્દ રે
છે જ્યાં સમર્પણના ભાવ રે, છે જ્યાં બધું આપણું રે, જવું છે …..
સરકે જ્યાં આંખમાંથી અમી રે, વહે છે હૈયે પ્રેમની નદી રે …..
છે જ્યાં પ્રેમ પ્રેમ અને બસ પ્રેમ જ રે, જવું છે મને તો એ
પ્રેમ નગરીમાં રે, જવું છે મને તો એ પ્રદેશમાં રે
નથી જ્યાં મૂંઝવણ ભર્યું આ મન, નથી દુર્ગંધભર્યું આ તન