View Hymn (Bhajan)
Hymn No. 1373 | Date: 23-Sep-19951995-09-231995-09-23મસ્ત રહ્યો હું ભોગવવા માયાના રે બધા ભોગSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=masta-rahyo-hum-bhogavava-mayana-re-badha-bhogaમસ્ત રહ્યો હું ભોગવવા માયાના રે બધા ભોગ
ભૂલ્યો હું તો એમાં રે પ્રભુ, ભક્તિનો,રે યોગ
જીવનમાં રે મને લાગુ પડયા રે ઘણા રોગ
તોય યાદ ના આવ્યું પ્રભુ નામ તારું, ભૂલ્યો હું તો લેવો જોગ
જીવનમાં રે આવ્યો તો જેના કાજે, ભૂલ્યો હું તો મારી શોધ
રહ્યો નાચતો ને કૂદતો, ધરતો રહ્યો ખુદ જ ખુદને નવા ભોગ
ભૂલી ગયો બધું હું એમાં, લાગ્યો હૈયે મને એવો રે લોભ
રોક્યો તે મને ઘણો, તારા રોકે ના રોકાયો, ના કામ આવી તારી રોકટોક
રહ્યો મસ્ત હું મારા રંગરૂપના મોહમાં, ભૂલ્યો તારા દર્શનનો યોગ
આવ્યું યાદ જ્યાં, ત્યાં ના હતો બીજુ કોઈ રે, મારો ઇલાજ
રડતો કકળતો કરતો રહી ગયો, ત્યાં હું ખોટો કકળાટ
સમજાયું જ્યાં સત્ય મને, ત્યાં વિતેલું જીવન લાગ્યો કડવો યોગ
મસ્ત રહ્યો હું ભોગવવા માયાના રે બધા ભોગ