View Hymn (Bhajan)
Hymn No. 49 | Date: 28-Aug-19921992-08-281992-08-28નયનના બે દીપક લઈ પ્રભુ નિહાળું તારી વાટલડીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nayanana-be-dipaka-lai-prabhu-nihalum-tari-vataladiનયનના બે દીપક લઈ પ્રભુ નિહાળું તારી વાટલડી,
પ્રભુ ક્યારે આવીશ તું મારા આંગણે,
સુગંધી પુષ્પનો હાર ગૂંથી ઊભી છું ઉંબરે,
લઈ હારને હાથ, પ્રભુ ક્યારે આવશો મારે આંગણે,
ક્ષણેક્ષણે ડંખે છે મને તારા વિયોગની વેદનાઓ
પ્રભુ આવજો આંગણે મારા આજ,
ચંદન કેસરથી કરીશ પૂજા તારી પ્રભુ,
આવજો જલદી મારા આંગણે,
બેસાડીશ હૃદયના સિંહાસને, પ્રભુ આવજે
નયનના બે દીપક લઈ પ્રભુ નિહાળું તારી વાટલડી