View Hymn (Bhajan)
Hymn No. 1223 | Date: 09-Apr-19951995-04-091995-04-09થાય છે જ્યાં થોડી ધમાલ હૈયામાં રે મારા પ્રભુSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=thaya-chhe-jyam-thodi-dhamala-haiyamam-re-mara-prabhuથાય છે જ્યાં થોડી ધમાલ હૈયામાં રે મારા પ્રભુ
સ્મરણ તારું ત્યાં હું ચૂકી જાઉં છું, યાદ કરવા છતાં તને ભૂલી જાઉં છું
હૈયાની ધમાલમાં બેચેન બની, અકળાઈ ત્યાં ખૂબ જાઉં છું
તારી શક્તિનો લેવા આશરો, હું ભૂલી જાઉં છું તારું સ્મરણ….
ચાહું છું કરવા યાદ તને પ્રભુ, તેમ તેમ યાદ પર તારી પડદા પાડતો જાઉં છું
ચાહવા છતાં તારો સહારો, હું તારાથી ખૂબ દૂર થઈ જાઉં છું
દિલની શાંતિ ને દિલની અશાંતિ, હું ખોઈ જ્યારે બેસું છું
નિરાશાની ખાઈની ખૂબ પાસે, હું તો પહોંચી જાઉં છું
આશાના આનંદને યાદ કરવા છતાં, ભૂલી હું જાઉં છું
હૈયાની ધરતી પર ધરતીકંપ જ્યાં થઈ જાય છે, નૂક્શાન મોટું એમાં થઈ જાય છે
થાય છે જ્યાં થોડી ધમાલ હૈયામાં રે મારા પ્રભુ