View Hymn (Bhajan)
Hymn No. 4410 | Date: 29-Aug-20142014-08-292014-08-29ફૂલની જેમ મહેકે ને મહેકાવે, એનું નામ છે જીવનSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=phulani-jema-maheke-ne-mahekave-enum-nama-chhe-jivanaફૂલની જેમ મહેકે ને મહેકાવે, એનું નામ છે જીવન
જે જીવનમાં સુગંધ નથી, એ જીવન તો જીવન નથી,
જીવન વન મહેકે સુગંધી ફૂલોથી, તો પ્રભુ આવ્યા વિના રહેતા નથી
જીવન વન બને ઉજ્જડ, તો એમાં કોઈ આવતું નથી,
હાથમાં છે સહુના, બીજા કોઈના હાથમાં આ તો નથી
જોઈએ છે જેવું જીવન, એવું જીવન મહેનત વગર મળતું નથી,
નિર્ણય હશે જો પાકો તો, પરિવર્તન આવ્યા વિના રહેતું નથી
સુગંધી ફૂલોથી સજાવવું હશે જીવન, તો બીજ વાવ્યા વિના રહેવાનું નથી,
વાવીશું બીજ જેવાં જીવનમાં, એવાં ફળફૂલ મળ્યા વિના રહેવાનાં નથી
પ્રભુ દોડી દોડી આવશે, નિમંત્રણની રાહ એ જોવાના નથી.
ફૂલની જેમ મહેકે ને મહેકાવે, એનું નામ છે જીવન