View Hymn (Bhajan)
Hymn No. 4409 | Date: 29-Aug-20142014-08-292014-08-29થાય ના થાય દિવસ બે દિવસ, ને ઉપાડા અમારા જોર લે છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=thaya-na-thaya-divasa-be-divasa-ne-upada-amara-jora-le-chheથાય ના થાય દિવસ બે દિવસ, ને ઉપાડા અમારા જોર લે છે,
મનના ઉપાડા તો ક્યારે ભાવના, ઉપાડા અમારા જોર લે છે,
સમજાવે તું તોય એ તો ના શમે, ઉપાડા અમારા જોર લે છે,
કરે કોશિશ તું લાયકાત વધારવાની, ને અમે રહીએ ત્યાં ને ત્યાં,
અવસ્થા છે આવી અમારી, જે માફીને કાબિલ નથી,
આપી દે સજા તું પ્રભુ, તારી સજા વગર સુધારો આવવાનો નથી,
પળ પળ બદલાતા વ્યવહાર અમારા, તને હેરાન-પરેશાન કર્યા વિના રહેવાના નથી,
ઇચ્છાઓના અગ્નિ જલે જ્યાં હૈયે, ત્યાં ઉપાડા અટકવાના નથી,
સ્થિરતાને એ ટકવા દેવાના નથી, ઉપાડા અટકવાના નથી,
સ્થિરતા પામ્યા વગર જીવનમાં, કાંઈ પામી શકવાના નથી.
થાય ના થાય દિવસ બે દિવસ, ને ઉપાડા અમારા જોર લે છે