View Hymn (Bhajan)
Hymn No. 4454 | Date: 29-Jan-20152015-01-292015-01-29સરળતાના સ્થાપન કરતું, સરળતાના સ્થાપન કરતુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=saralatana-sthapana-karatum-saralatana-sthapana-karatumસરળતાના સ્થાપન કરતું, સરળતાના સ્થાપન કરતું
શબ્દોની જાળમાં ક્યાં સુધી, તું ફસાતો ને ફસાતો રે જાશે,
ખોટી વાહ વાહ ને ખોટા આચરણમાં, નિજ ભાન ક્યાં સુધી તું ખોશે
લોકોના હૈયાની ભાવનાથી, ક્યાં સુધી તું રમતો રે રહેશે,
સમાજના ડરથી, તું ક્યાં સુધી જીવન જીવતો રે જાશે
તારી પોતાની જાતને, ઓળખવાની તૈયારી ક્યારે તું કરશે,
શરણે આવેલાને સહારો બનવાને બદલે, બહાનાં તું ક્યાં સુધી કાઢશે
પ્રેમભર્યા બે શબ્દોથી, ભારે દિલના ભાર ક્યારે તું હરશે,
ભૂલીને મદદ કરવાનું જીવનમાં, મદદ ક્યાં સુધી તું માગતો રહેશે
દંભભર્યા આ વ્યવહાર તારા, ક્યારે રે તું બંધ કરશે ...
સરળતાના સ્થાપન કરતું, સરળતાના સ્થાપન કરતું