View Hymn (Bhajan)
Hymn No. 4157 | Date: 30-Jun-20012001-06-302001-06-30પળ બે પળની તારી નિગાહની જરૂર છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=pala-be-palani-tari-nigahani-jarura-chheપળ બે પળની તારી નિગાહની જરૂર છે.
મારા વાલા, મારા પ્રાણ, કંજૂસાઈ એમાં ના કરતો,
કહેતો ના તું અમને સદા તમારી નજરમાં છું, તું જોવામાં આંખો બંધ કરી ના બેસતો,
છીએ અમે ઘણા અવગુણોથી ભરેલા, છીએ અમે કર્મોથી વિંટળાયેલા,
દર્શન દેવામાં અમને તું હવે વાંધા ના કાઢતો,
તારી ને તારી પાસે રહ્યો છું મારા કર્મોની સફાઈ,
એને ગણી ના નાખતો રાહ જોવરાવતો,
રાહ જોવરાવવી અમે તને તો ઘણી, હવે તું અમને રાહ ના જોવરાવતો,
જરૂર છે અમને તારા મતવાલા નયનોના દીદારની વાર ના લગાડતો
ઉદાર નથી અમે જીવનમાં પણ કંજૂસાઈ તું ના કરતો મારા વાલા .....
પળ બે પળની તારી નિગાહની જરૂર છે