View Hymn (Bhajan)
Hymn No. 2336 | Date: 16-Nov-19971997-11-161997-11-16પ્રભુ તું વસે છે હરએક રૂપમાં, તોય કેમ આવું થાય છે .Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tum-vase-chhe-haraeka-rupamam-toya-kema-avum-thaya-chheપ્રભુ તું વસે છે હરએક રૂપમાં, તોય કેમ આવું થાય છે .
અમુક રૂપમાં આવી કરે પ્યાર તું તો, અમુક રૂપોથી તારી નારાજગી ના કમ થાય છે
થાય છે આવું તો જીવનમાં હરએકને, તારા રૂપનો નવો પરચો મળતો જાય છે
ક્યારેક તું શીખવાડે અમને પ્યારની પરિભાષામાં તો ક્યારેક વૈરની પહચાન આપી જાય છે
જીવનના હરએક અંગનું અમને તું જ્ઞાન, આપતો ને આપતો જાય છે
ક્યારે અમારી બેચેની વધારી જાય છે, તો ક્યારેક અમને ચૈન તું આપી જાય છે
નાજુક અમારા દિલને તું, હર મોસમના અનુભવ કરાવતો જાય છે
હરઘડી ને હરપળે નવા નવા અનુભવોથી, અમને તું સમજાવતો જાય છે
ક્યારેક પાસે આવીને, ક્યારેક રૂપ બદલીને, હર રૂપમાં તું અમને કહેતો જાય છે
ક્યારેક પ્યાર ભરી પરિભાષાથી, તો ક્યારેક તીવ્ર શબ્દ થી તું છેડતો જાય છે
પ્રભુ તું વસે છે હરએક રૂપમાં, તોય કેમ આવું થાય છે .