View Hymn (Bhajan)
Hymn No. 2334 | Date: 13-Nov-19971997-11-131997-11-13ભૂલાયેલી વાટ છે ને મંજિલ સુધી પહોંચવાનું છે, જિંદગીની બસ આ તો ચુનોતી છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bhulayeli-vata-chhe-ne-manjila-sudhi-pahonchavanum-chhe-jindagini-basaભૂલાયેલી વાટ છે ને મંજિલ સુધી પહોંચવાનું છે, જિંદગીની બસ આ તો ચુનોતી છે
અજાણી રાહ છે ને એકલું ચાલવું છે, જિંદગીની બસ આ તો ચુનોતી છે
શું રાહ જોવાની અન્ય કોઈની ચુનૌતીની, જિંદગી તો પોતાનામાં જ એક ચુનોતી છે
સમજ્યો ના હોય જો તું તો, આ વાતને તારે, પુરી સમજદારીથી સમજવાની છે
શું ગભરાવવું, શું કરવું રાહમાં, મુશ્કેલીઓ તો ખૂબ મળવાની છે
માંગવું પડશે કદાચ બીજું બધું જીવનમાં, દર્દ તો તને વગર માગે મળવાનું છે
ના શોધતો તું દર્દનો ભાગીદાર, કે એ દર્દ તો તારે એકલાએ જેલ
પથ પથ પર જીવનમાં ના ગમતી સોગાતો તો, તને બહુ મળવાની છે
કરવો હોય જો કાંઈ ત્યાગ તો, ગમાઅણગમાને ત્યજવાના છે
ભૂલાયેલી વાટ છે ને મંજિલ સુધી પહોંચવાનું છે, જિંદગીની બસ આ તો ચુનોતી છે