View Hymn (Bhajan)
Hymn No. 1136 | Date: 12-Jan-19951995-01-121995-01-12તકરાર થઈ ગઈ, તકરાર થઈ ગઈ, ટકરાયો જ્યાં આવેશ સાથે, ત્યાં તકરાર……….Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=takarara-thai-gai-takarara-thai-gai-takarayo-jyam-avesha-sathe-tyam-takararaતકરાર થઈ ગઈ, તકરાર થઈ ગઈ, ટકરાયો જ્યાં આવેશ સાથે, ત્યાં તકરાર……….
વ્યવહારમાં થઈ જ્યાં ખટપટ ઊભી, તકરાર ત્યાં થઈ ગઈ, તકરાર ત્યાં થઈ ગઈ
થયા મતભેદ ઊભા જ્યાં રે એક બીજાના તકરાર એ તો ઊભી કરાવી ગયા, તકરાર ત્યાં………
તક એ તો વ્યર્થ ચાલી ગઈ, તકરારમાં એ તો આવીને ગઈ, તકરાર તો થઈ
નાની નાની વાતમાં લાખોની તક તો હાથમાંથી છટકી ગઈ, તકરાર ઊભી થઈ ગઈ
ક્રોધથી ક્રોધ ટકરાયો જ્યારે, તકરાર ત્યાં તો થઈ ગઈ, તકરાર ત્યાં તો થઈ ગઈ
શાનભાન બધું એ તો ભુલાવી ગઈ, ભૂલોનું મંડાણ એ તો કરાવી રે ગઈ
કરાર દિલનો એ તો લૂંટી ગઈ, બેકરાર એ તો કરી ગઈ, તકરાર ઊભી થઈ ગઈ
ચહેરાનો નકશો એ તો બગાડી રે ગઈ, તકરાર ઊભી જ્યાં થઈ ગઈ
જીવનમાં મારા લક્ષને અવરોધક એ તો બની ગઈ, તકરાર ઊભી થઈ ગઈ
તકરાર થઈ ગઈ, તકરાર થઈ ગઈ, ટકરાયો જ્યાં આવેશ સાથે, ત્યાં તકરાર……….