View Hymn (Bhajan)
Hymn No. 4407 | Date: 29-Aug-20142014-08-292014-08-29પ્રેમ તો પ્રેમને જુએ છે, એ ક્યાં કાંઈ બીજું જુએ છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prema-to-premane-jue-chhe-e-kyam-kami-bijum-jue-chheપ્રેમ તો પ્રેમને જુએ છે, એ ક્યાં કાંઈ બીજું જુએ છે
પ્રેમ તો આપે છે, એ ક્યાં કાંઈ બીજું માગે છે
નથી કાંઈ એમાં બીજું, નથી કોઈ આગળ કે નથી કોઈ પાછળ,
જ્યાં ભૂલ્યા ખુદને, ત્યાં બીજું શું બાકી રહે છે
પ્રેમ તો પ્રેમ આપે છે, પ્રેમ તો સદા સર્વદા આનંદ આપે છે
ભળી જ્યાં અપેક્ષા પ્રેમમાં, ત્યાં જીવનમાં પ્રેમ એ ના પ્રેમ રહે છે
જાગી જ્યાં સ્પર્ધા હૃદયમાં, પ્રેમ ત્યાં તો ના રહી શકે છે
વિકારો જાગે જ્યાં હૈયે, પ્રેમ ત્યાં ના રહી શકે છે
પ્રેમ તો પ્રેમને જુએ છે, એ ક્યાં કાંઈ બીજું જુએ છે