View Hymn (Bhajan)
Hymn No. 3224 | Date: 04-Feb-19991999-02-041999-02-04પ્રેમની નિર્મળ નદી તો હૈયે, ખળખળ વહેતી ને વહેતી જાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=premani-nirmala-nadi-to-haiye-khalakhala-vaheti-ne-vaheti-jayaપ્રેમની નિર્મળ નદી તો હૈયે, ખળખળ વહેતી ને વહેતી જાય
ના એ રોકી રોકાય, ના એ તો કદી થોભાય, એ તો વહેતી ને વહેતી જાય
નિર્મળતા એની, પવિત્રતા એની, તો વધતી ને વધતી જાય, પ્રેમની નિર્મળ …
ગંદવાડમાં ભલે હોય એ પણ, ગંદવાડ એમાં ભળે ના જરાય
અનોખી અલ્પિત પોતાની મસ્તીમાં, એ તો સરતી જાય
પ્રેમ છે પવિત્રતાનું નામ, ગંદવાને તો પ્રેમનું નામ ના અપાય
ઇચ્છાઓ આગળ દમ તોડતી પ્રીતમાં, મસ્તી રહે ના જરાય
નિર્મળ જળ વહે ખળખળ કરતાં, કાદવ કિચડ તો ડહોળતા જાય
હૈયામાં નવો ઉત્સાહ ને નવી મસ્તી, એ તો જગાવતી જાય
હૈયામાં રહેલી અપવિત્રતાને, એ તો સાફ કરતી રે જાય
પ્રેમની નિર્મળ નદી તો હૈયે, ખળખળ વહેતી ને વહેતી જાય