View Hymn (Bhajan)
Hymn No. 3223 | Date: 03-Feb-19991999-02-031999-02-03રોમેરોમ પુકારે મારું જ્યારે નામ તારું, એને હું મારી દિવાળી કહીશSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=romeroma-pukare-marum-jyare-nama-tarum-ene-hum-mari-divali-kahishaરોમેરોમ પુકારે મારું જ્યારે નામ તારું, એને હું મારી દિવાળી કહીશ
રોમેરોમમાં ગૂંજશે બસ તારું ને તારું નામ, એને હું મારી દિવાળી કહીશ
દિવાળી પછી આવે છે નવું વર્ષ, જે ફેલાવે છે નવો પ્રકાશ
જીવનમાં મારા લાવશે એ, નવો ઉત્સાહ અને નવો પ્રકાશ
હૈયામાં મારા બસ વહેતો રહેશે, તારો પ્યાર ને પ્યાર, ના રહેશે બીજું કાંઈ જરાય
ઇંતઝાર છે મને મારી દિવાળીનો, કે હૈયામાં થાશે આતશબાજી બેસુમાર
અંત આવી જાશે અંધારી રાતનો, ખેલાયેલો રહેશે પ્રકાશ ચારે કોર
મન ને તન પર નશો રહેશે તારો, તારા પ્યારના ઝામથી ઉજવીશ એને સદાય
જે વર્ષની આગળ દિવાળી હોતી નથી, એને નવું વર્ષ કેમ ગણાય
જે દિવાળી દુષકૃત્યોનું દહન કરતી નથી, તો નવા વર્ષનું સર્જન કેમ કરીને થાય
જ્યાં મારે મારા ક્ષણક્ષણની છે દિવાળી ક્ષણેક્ષણનું છે નવું વર્ષ, વિતાવવી છે આવી જિંદગાની
રોમેરોમ પુકારે મારું જ્યારે નામ તારું, એને હું મારી દિવાળી કહીશ