View Hymn (Bhajan)
Hymn No. 3225 | Date: 05-Feb-19991999-02-051999-02-05મસ્તી મારી છલકી ના છલકાય, હૈયું મારું સૂકુ ને સૂકુ રહી જાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=masti-mari-chhalaki-na-chhalakaya-haiyum-marum-suku-ne-suku-rahi-jayaમસ્તી મારી છલકી ના છલકાય, હૈયું મારું સૂકુ ને સૂકુ રહી જાય
ઇચ્છાએ ઇચ્છાએ દમ તોડતી મારી પ્રીતમાં, મસ્તી છલકી ના છલકાય
કરું કોશિશો ઘણી જીવનમાં, મસ્ત રહેવાને તોય રહી ના શકાય
કરું તો શું કરું કે લાખ ચાહું તોય, ઇચ્છાને કાબૂમાં ના રાખી શકાય
દર્દે દિલની ફરિયાદ તો પળે પળે વધતી ને વધતી જાય
કેમ મળે ચેન જીવનમાં કે બેચેની, મારામાં ઘર પોતાનું બાંધતી જાય
ચહેરા પર લાલી ના બદલે ફિકાશ, તો વધતો ને વધતો જાય
ઘાયલ દિલનો ઇલાજ ના થાય પૂરો, અધૂરો ને અધૂરો રહી જાય
કરું ઘણા ઉપાય હું તો, પણ અસર એની ના કાંઈ થાય
ઇચ્છાઓની નોકરી કરવા ના ચાહું તોય, એ તો ચાલુ રહે સદાય કે…
મસ્તી મારી છલકી ના છલકાય, હૈયું મારું સૂકુ ને સૂકુ રહી જાય