View Hymn (Bhajan)
Hymn No. 21 | Date: 22-Aug-19921992-08-221992-08-22પ્રીતલડી બંધાણી રે પ્રભુ તારા નામનીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=pritaladi-bandhani-re-prabhu-tara-namaniપ્રીતલડી બંધાણી રે પ્રભુ તારા નામની
પ્રીતલડી બંધાણી રે વાલા તારા નામની
જોજે ના એ તો તૂટી જાય રે
તૂટે એ તો ન પ્રીત ગણાય રે
દિલડાની દેરી એ સ્થાપના કરી તારી
જોજે એ તો રિક્ત ન થાય રે
રિક્ત જો થાય, એ સ્થાપના ન ગણાય રે
શ્વાસેશ્વાસે સુગંધ તારી વસી રે
ક્ષણ માટે એ તો ન જાય રે
જો જાય એ તારી સુગંધ ન ગણાય રે
પ્રીતલડી બંધાણી રે પ્રભુ તારા નામની