View Hymn (Bhajan)
Hymn No. 22 | Date: 22-Aug-19921992-08-221992-08-22વાસનાના વમળમાં ફંગોળાતી હુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vasanana-vamalamam-phangolati-humવાસનાના વમળમાં ફંગોળાતી હું,
ક્યાંથી ક્યાં ફેંકાઈ જાઉં છું
સંતોષવા માટે એને હું તો,
ક્યાં ને ક્યાં ફાંફાં મારતી જાઉં છું
યોગને છોડતી જાઉં છું ને ભોગ સાથે મળતી જાઉં છું
જિંદગી સાથે આંખમિચૌલી ખેલતી જાઉં છું
ભૂલભૂલૈયામાં ભૂલી હું તો પડતી જાઉં છું
પ્રભુ દૂર કરજે મારામાંથી આ વાસના રૂપી
વંટોળ અને વહેલી તકે અપનાવજે મને
વાસનાના વમળમાં ફંગોળાતી હું