View Hymn (Bhajan)
Hymn No. 3245 | Date: 14-Feb-19991999-02-141999-02-14માછલીને પૂછયું મેં સરનામું એનું, એ તો સાગરમાં ખોવાઈ ગઈSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=machhaline-puchhayum-mem-saranamum-enum-e-to-sagaramam-khovai-gaiમાછલીને પૂછયું મેં સરનામું એનું, એ તો સાગરમાં ખોવાઈ ગઈ
ના બોલી એ તો કાંઈ વગર બોલે, એ તો બધું બોલી ગઈ
કે મને એ તો જીવનનું સત્ય સમજાવી ગઈ
વિશાળતામાં રહી એ તો, આખા સાગરમાં ફરતી રહી
ક્યારેક એક કિનારે તો ક્યારેક બીજે, એતો ફરતી રહી
ખોવાઈ એકવાર જ્યાં સાગરમાં, બીજીવાર ના એ ગોતી મળી
ના બોલી કાંઈ એતો, તોય ઘણું ઘણું એ કહીને ગઈ
પ્રભુની વિશાળતા ને વ્યાપક્તાનું એ સૂચવી ગઈ
એકત્વની સાચી વાત એતો, કહ્યા વગર સમજાવી ગઈ
માછલીને પૂછયું મેં સરનામું એનું, એ તો સાગરમાં ખોવાઈ ગઈ