View Hymn (Bhajan)
Hymn No. 4268 | Date: 14-Sep-20012001-09-142001-09-14પ્યાર કોઈ ખેલ નથી તોય જગમાં સહુ કોઈ પ્યારના ખેલ ખેલતા આવ્યા છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=pyara-koi-khela-nathi-toya-jagamam-sahu-koi-pyarana-khela-khelata-avyaપ્યાર કોઈ ખેલ નથી તોય જગમાં સહુ કોઈ પ્યારના ખેલ ખેલતા આવ્યા છે.
સ્વાર્થમાં ને સ્વાર્થમાં અજાણે બાજી જાનની લગાડતા આવ્યા છે.
શું કમાવા બેઠા છે ખબર નથી, કે ખુદને વેચતા ને વેચતા આવ્યા છે.
શાનો શૌકત તો જોઈએ સવાલાખને, પણ ટકાના થઈને ફર્યા છે.
જીવન ને મોતના સફરમાં ના જાણે બધા શું ને શું કરતા આવ્યા છે.
ના કરી શક્યા પ્યાર કોઈને તો કાંઈ નહીં, પણ બદનામ સદા કરતા આવ્યા છે.
ઈચ્છાઓના ધૂમાડા પાછળ જીવનમાં સારઅસાર બધું ભૂલ્યા છે.
સમજે છે ખૂલ્યા છે દ્વાર પણ ખૂલેલા દ્વાર બંધ એમણે કર્યા છે.
ઢોંગ ને ઢોંગ રહ્યા છે કરતા, પ્યારને ના એ ઓળખી શક્યા છે.
છે કોણ પોતે ને આવ્યા છે ક્યાંથી, વિચાર આવા ના કદી કર્યા છે, પ્યાર .....
પ્યાર કોઈ ખેલ નથી તોય જગમાં સહુ કોઈ પ્યારના ખેલ ખેલતા આવ્યા છે