View Hymn (Bhajan)
Hymn No. 4282 | Date: 13-Oct-20012001-10-132001-10-13ફળી છે આશાઓ જેમને, એમના અંજામ જોયા છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=phali-chhe-ashao-jemane-emana-anjama-joya-chheફળી છે આશાઓ જેમને, એમના અંજામ જોયા છે.
પુત્રોએ સતાવેલા મા-બાપના, રડતા મુખડા જોયા છે.
જે પૈસા પામવા, કર્યા રાત દિવસ એક જીવનમાં,
એ પૈસા, એ ઉપાધિના ગાડાં ઘરમાં ઠાલવ્યા છે.
હર એક માંગણી કરતા માણસને, પસ્તાતા અમે જોયા છે,
બદલાતા જીવનના રંગને જેણે, પોતાના લક્ષમાં ના રાખ્યા છે,
શું આપી શકે જીવન એમને? જેમણે જીવનને ના કાંઈ આપ્યું છે.
ચમકતા સિતારાઓ સમજીને, ધગધગતા અંગારા જેણે પકડ્યા છે,
અંજામ તો આવશે શું, મોડેથી એ તો જાણવાના છે.
ખુદા તારી આ સૃષ્ટિના અમુક કાયદા જુદા છે,
જુએ છે સહુ કોઈ બીજાને આગમાં જલતા તોય, પુઠ કરતા ના અટક્યા છે.
ફળી છે આશાઓ જેમને, એમના અંજામ જોયા છે