View Hymn (Bhajan)
Hymn No. 283 | Date: 04-Aug-19931993-08-041993-08-04રૂપ ને રંગ ના મોહમાં પ્રભુ, મન મારું ખોવાઈ જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=rupa-ne-ranga-na-mohamam-prabhu-mana-marum-khovai-jaya-chheરૂપ ને રંગ ના મોહમાં પ્રભુ, મન મારું ખોવાઈ જાય છે
જોવામાં મારા અંગ અને રંગમાં, તું તો ભુલાઈ જાય છે
ક્ષણના એ છે ઝગારા, લાગે એ તો બહુ મીઠા
સજાવવા અને સવારવામાં, સંગ તારો તો ભૂલી જવાય
મોહ જગાવી મારા અંગમાં રે પ્રભુ, સંગ તારો તો ભૂલી જાઉં છું
જોયું છે સૌંદર્યને પણ જલતું મેં તો,
અરે મારે હૈયેથી એ વાત હું તો વિસરી જાઉં છું
મારા રૂપ ને રંગના મોહમાં હું તો ફસાતી જાઉં છું,
ચહેરાઓની છબીમાં મન મારું તો ખોવાઈ જાય છે,
જીવનમાં જીવનને પ્રેમ કરવાનું હું તો ભૂલી જાઊ છું
રૂપ ને રંગ ના મોહમાં પ્રભુ, મન મારું ખોવાઈ જાય છે