View Hymn (Bhajan)
Hymn No. 284 | Date: 05-Aug-19931993-08-051993-08-05તોફાન ઊઠ્યા છે ફરી આજSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tophana-uthya-chhe-phari-ajaતોફાન ઊઠ્યા છે ફરી આજ
મારી ડૂબે છે પ્રભુ નાવ, તું સુકાની થઈને સંભાળ(2)
છે મઝધારે મારી નાવ, એને પાર કરી કિનારે લગાડ
ઓ તારણહાર મને તાર, પ્રભુ સુકાની થઈને સંભાળ
જાગ નાથ મારા તું જાગ, મારી નૈયા છે તારે હાથ
તું સુકાની થઈને સંભાળ, ઓ તારણહાર મને તાર
ધરું મસ્તક તારે ચરણ આજ, મારી ડૂબતી નાવ બચાવ
તારણહાર મને તાર, નૈયાને સામે પાર લગાડ
અંધકાર ફેલાયો છે ચારેકોર, ઊઠે છે મોજાં પૂરજોસ
ઓ જીવનજ્યોત મને તાર, પ્રભુ સુકાની થઈને સંભાળ
તોફાન ઊઠ્યા છે ફરી આજ