View Hymn (Bhajan)
Hymn No. 4181 | Date: 20-Jul-20012001-07-202001-07-20હવે વધું કાંઈ તમે બોલશો નહીં, આંખના ઇશારે કહી દીધું બધુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=have-vadhum-kami-tame-bolasho-nahim-ankhana-ishare-kahi-didhum-badhumહવે વધું કાંઈ તમે બોલશો નહીં, આંખના ઇશારે કહી દીધું બધું,
ગમ્યું કે ના ગમ્યું તમને અરે મુખ પરના તમારા ભાવે કહી દીધું બધું, હવે .....
નાદાન છીએ ભલે અમે તોય અનજાન નથી તમારા ઇશારાથી,
દિલની ચાહત છો તમે અમારી પહેલી, કે વાત આ ખોટી નથી,
ના જાણીએ ભલે તમને પૂરા, તમારા ઇશારાથી અજાણ રહ્યા નથી,
ભાવ તમારા જાણીએ અમે તોય રહીએ તમારાથી અજાણ,
આંખથી આંખ મેળવશો તો દિલના ભેદ ખુલ્યા વિના રહેવાના નથી,
કહી દેજો હાલેદિલ બધું આંખો આંખોથી કે વધુ બોલવાની જરૂર નથી,
ચાહીએ અમે તમારી મંજૂરી કે અમે પણ કાંઈ કહેવાના નથી,
મળતા નજર થઈ ગયું દિલ ખાલી કે વધારે કાંઈ અમારે કહેવું નથી.
હવે વધું કાંઈ તમે બોલશો નહીં, આંખના ઇશારે કહી દીધું બધું