View Hymn (Bhajan)
Hymn No. 2922 | Date: 26-Oct-19981998-10-261998-10-26સમજું ને માનું સ્વતંત્ર હું ખુદને, પણ સ્વતંત્ર હું નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=samajum-ne-manum-svatantra-hum-khudane-pana-svatantra-hum-nathiસમજું ને માનું સ્વતંત્ર હું ખુદને, પણ સ્વતંત્ર હું નથી
શ્વાસે-શ્વાસ જે ચાલી રહ્યાં છે મારા, એ મારા બસમાં નથી
કરવા ચાહું એને બંધ કે ચાલુ, ત્યારે એને હું કરી શક્તો નથી
ચાલી રહી છે જે ક્રિયા, એ ક્રિયા મારા બસમાં નથી
ધક ધક ધડકતા દિલની ધડકનને, હું બદલી શક્તો નથી
ધડકન મારા દિલની મારા બસમાં નથી, મારા કાબૂમાં નથી
માનું ચાહે ખુદને કેટલો પણ આઝાદ, પણ આઝાદ હું નથી
છે દોર મારો તો કોઈના હાથમાં, કે દોર મારો મારા હાથમાં નથી
ચાલી રહી છે જે શારીરિક ક્રિયા, જેને હું સમજી શક્તો નથી
કેમ માનું હું ખુદને સ્વતંત્ર, કે સ્વતંત્ર તો હું જીવનમાં નથી
ખેંચાણ ક્યાંક બીજે ને ક્રિયા અહીં, એ ક્રિયા મારી નથી, કે સ્વતંત્ર હું...
સમજું ને માનું સ્વતંત્ર હું ખુદને, પણ સ્વતંત્ર હું નથી