View Hymn (Bhajan)
Hymn No. 1812 | Date: 12-Oct-19961996-10-121996-10-12સંજોગો ના ચાલે સીધા તો, દિલોની મરજી બી ક્યાં કામ આવે છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sanjogo-na-chale-sidha-to-diloni-maraji-bi-kyam-kama-ave-chheસંજોગો ના ચાલે સીધા તો, દિલોની મરજી બી ક્યાં કામ આવે છે
કોને ખબર છે અહીંયા કે વખત આવે ત્યારે, કોણ કેટલો સાથ નિભાવે છે
સાથ સાથીદારો તો છે ઘણા જીવનમાં, તોય કાંઈક કમી અમને સતાવે છે
કોને ખબર છે અમારી જરૂરિયાતની, અહીંયાતો બધા અમને જ પોતાની જરૂરત માને છે
કહેવું શું કોને અહીં જીવનમાં, જ્યાં મન પોતાનું કહ્યા બહાર રહે છે
બનાવી નથી શક્યો મનની કૈદ, ખુદા બી લાચાર અહીંયા રહ્યો છે
મળે છે આ જિંદગી દોસ્તો તો, અધૂરાં કામ આપણને પૂરાં કરવાનાં છે
આવવું છે ફરીફરી ને દુઃખદર્દ વેઠવા કે નહીં , એ વાત પર ગૌર કરવાનું છે
ક્યાં કરવા બદનામ સંજોગોને કે જે હંમેશ અમને સહાયરૂપ બન્યા છે
જુઓ તો ખરા કોઈ સંજોગોની દશા કે એ તો હરહંમેશ બદનામી પચાવતા રહ્યા છે
સંજોગો ના ચાલે સીધા તો, દિલોની મરજી બી ક્યાં કામ આવે છે