View Hymn (Bhajan)
Hymn No. 1642 | Date: 01-Aug-19961996-08-011996-08-01સંજોગોનો સપાટો લાગ્યો એવો કે એમાં હું ખેંચાઈ ગયોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sanjogono-sapato-lagyo-evo-ke-emam-hum-khenchai-gayoસંજોગોનો સપાટો લાગ્યો એવો કે એમાં હું ખેંચાઈ ગયો,
હતો હું પળ પહેલાં મસ્ત મસ્તીમાં, એક પળમાં વિખરાઈ ગયો.
હતી જાણ થોડી, કરી તૈયારી, પણ પૂર્ણ તૈયારી ના કરી શક્યો,
સ્થિર રહેવું હતું જે વાતમાં, એમાં સ્થિર હું રહી ના શક્યો.
હજી સંભાળું ના સંભાળું ખુદને, સમય ત્યાં તો વીતી ગયો,
ના રહ્યું યાદ મને કાંઈ, ના યાદ કાંઈ હું કરી શક્યો.
હતા ભાવો બધા જે હૈયે, એ ભાવો બધા હું ભૂલી ગયો,
ભૂલી ગયો બધું કરવું શું શું નહીં, એ પણ હું તો ભૂલી ગયો.
હતો હું જ્યાં ત્યાં ના હતો, ના હતો હું જ્યાં ત્યાં પહોંચી ગયો,
હોવા છતાં બધાની નજર સામે, ના જાણે ક્યાં હું ખોવાઈ ગયો.
સંજોગોનો સપાટો લાગ્યો એવો કે એમાં હું ખેંચાઈ ગયો