View Hymn (Bhajan)
Hymn No. 1643 | Date: 01-Aug-19961996-08-011996-08-01જોવું હતું પ્રભુ તારું મુખ શાંતિથી, નીરખવું હતું તને ઘડી બે ઘડી ચેનથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jovum-hatum-prabhu-tarum-mukha-shantithi-nirakhavum-hatum-tane-ghadi-beજોવું હતું પ્રભુ તારું મુખ શાંતિથી, નીરખવું હતું તને ઘડી બે ઘડી ચેનથી,
પણ અમે તને જી ભરીને જોઈ ના શક્યા, મર્યાદાની ડોરને તોડી ના શક્યા.
હતી મર્યાદા એવી, જેનું બંધન તોડવા ચાહ્યું, તોડી અમે ના શક્યા
કરતા હતા જે ક્ષણની પ્રતીક્ષા, એ ક્ષણ તો આવીને ચાલી ગઈ
કરવા ચાહ્યા તારા દીદારે દર્શન, કર્યા તોય અમે કરી ના શક્યા
ના નીરખી શક્યા શાંતિ થી તારા મુખરવિંદને, ના નજર ભરી અમે જોઈ શક્યા
પામી ઝલક પ્રભુ તમારા દર્શનની, એ ઘડીને વધારે રોકી ના શક્યા
મળે નજર નજરથી એ પહેલાં ઝુકાવવી પડે, નજરને નજરથી નજર મિલાવી ના શક્યા
ના જાણે આવ્યો એવો કેવો અવરોધ, વચ્ચે જે અમે તોડી ના શક્યા
વાલા મારા, પ્રભુ મારા, તારી મસ્તી ને તારી લીલાને અમે ઓળખી ના શક્યા
જોવું હતું પ્રભુ તારું મુખ શાંતિથી, નીરખવું હતું તને ઘડી બે ઘડી ચેનથી