View Hymn (Bhajan)
Hymn No. 1641 | Date: 01-Aug-19961996-08-011996-08-01વિપરીત સંજોગોના વાયરા જ્યાં વાય છે, ખુદની ચકાસણી ત્યાં થઈ જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=viparita-sanjogona-vayara-jyam-vaya-chhe-khudani-chakasani-tyam-thai-jayaવિપરીત સંજોગોના વાયરા જ્યાં વાય છે, ખુદની ચકાસણી ત્યાં થઈ જાય છે
છે શું પાસે શું નહીં, છે કેટલી યોગ્યતા કેટલી અયોગ્યતા, એ તો સમજાઈ જાય છે
છે તૈયારી ખુદની કેટલી ને કેવી, છે કચાશ તૈયારીમાં, ક્યાં એ પરખાઈ જાય છે
હૈયાની હિંમતનું પ્રદર્શન એમાં તો થઈ જાય છે, હિંમત કેવી ખબર એની પડી જાય છે
ખુદનો ખુદ પર કેટલો છે કાબૂ, એની જાણ ખુદને જ ખૂબ સારી રીતે થઈ જાય છે
કોઈ કહે કે ના કહે ખુદની કચાશ ખુદને તો મળી એમાં તો જાય છે
હસતા ને મુસ્કુરાતા ચહેરાની મસ્તીની, કસોટી તો એમાં થઈ જાય છે
છે ખેલદિલી કેટલી દિલની ને છે કેવી, એ સંજોગ બદલાતા સમજાય છે
પ્રભુભક્તિ ને પ્રભુભજનનો રંગ કેટલો ચડ્યો છે ખુદ પર, ખ્યાલ એનો આવી જાય છે
છોડ્યું છે કેટલું પ્રભુ પર, કેટલું નહીં, વગર કહે મુખ ખુદનું તો કહી જાય છે
વિપરીત સંજોગોના વાયરા જ્યાં વાય છે, ખુદની ચકાસણી ત્યાં થઈ જાય છે