View Hymn (Bhajan)
Hymn No. 1776 | Date: 27-Sep-19961996-09-271996-09-27સંતોનું શરણું મળવું છે મુશ્કેલ, મળી જાય અગર એમનું શરણું, તો સાથ એમનો તું છોડતો નાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=santonum-sharanum-malavum-chhe-mushkela-mali-jaya-agara-emanum-sharanumસંતોનું શરણું મળવું છે મુશ્કેલ, મળી જાય અગર એમનું શરણું, તો સાથ એમનો તું છોડતો ના
છોડી દેજે જીવનમાં બધું તું, પકડવો હાથ એમનો તું ભૂલતો ના, સાથ એમનો તું છોડતો ના
તારા દિલના ભાવોને જાજે ભૂલી, દિલ એમનું તું કદી તોડજે ના, સાથ એમનો…
ભૂલીને પોતાની સુખસગવડ, દિલોજાની સેવા કરવી એમની તું ભૂલતો ના
એમની એક દૃષ્ટિ પડશે જો તારા પર, તો જીવન તારું ધન્ય થયા વિના રહેશે ના
આપવા તૈયાર રહે છે એ તો સર્વસ્વ પોતાનું માગવા ને માગવામાં તું કાંઈ ગુમાવતો ના
ભૂલી જાજે તારા ભાગ્યને, એમની કૃપા ભરી વરસાદમાં ભીંજાવાનું તું ભૂલતો ના
થઈ જાશે જીવન તારું પાવન, મળી જાશે તને તારું ઠેકાણું, બસ સાથ એમનો તું છોડતો ના
મહામૂલી પળો મળે જો જીવનમાં તને, તો એને તું પામવાનું ભૂલતો ના
પરમશાંતિ પામવી હોય તને જો જીવનમાં, તો સંતનું શરણું લેજે, સાથ એમનો તું છોડતો ના
સંતોનું શરણું મળવું છે મુશ્કેલ, મળી જાય અગર એમનું શરણું, તો સાથ એમનો તું છોડતો ના