View Hymn (Bhajan)
Hymn No. 1785 | Date: 03-Oct-19961996-10-031996-10-03નથી નથી નથી નથી, આ કોઈ સુધરવાની નિશાની નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-nathi-nathi-nathi-a-koi-sudharavani-nishani-nathiનથી નથી નથી નથી, આ કોઈ સુધરવાની નિશાની નથી
સમજ્યા વગરનું નાસમજીભર્યું વર્તન, એ કોઈ સુધરવાની રીત નથી
ભેદભાવ જગાવી હૈયે સમભાવનો કરવો દેખાવ, એ કોઈ સુધરવાની રીત નથી
ખુદની ભૂલનો અસ્વીકાર કરી અન્ય પર આરોપ નાખવો, એ કોઈ સુધરવાની રીત નથી
મુખેથી મીઠું મીઠું બોલીને કોઈને લૂંટવા કોઈને છેતરવા, એ કોઈ સુધરવાની રીત નથી
ચાર ધર્મના શ્ર્લોકને મુખેથી બોલવા, વર્તનથી દૂર એને રાખવા, એ કોઈ સુધરવાની રીત નથી
સ્વાર્થભર્યા સગપણ બાંધીને કોઈના ચાર કામ કરવાં, એ કાંઈ સુધરવાની નિશાની નથી
પોતાની નામના કાજે કરવા ઉપકાર અન્યપર, એ કાંઈ સુધરવાની નિશાની નથી
બેજવાબદારી ને લાપરવાહીભર્યું વર્તનએ કાંઈ સુધરવાની નિશાની નથી
સુધરવું હોય જેને એ સુધરે અંતરથી, એમાં કરવો દેખાવ એ કાંઈ સુધરવાની …
નથી નથી નથી નથી, આ કોઈ સુધરવાની નિશાની નથી