View Hymn (Bhajan)
Hymn No. 4305 | Date: 27-Oct-20012001-10-272001-10-27સરળ હતું હૈયું રે મારું, હતું એ તો સરળ ને સરળSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sarala-hatum-haiyum-re-marum-hatum-e-to-sarala-ne-saralaસરળ હતું હૈયું રે મારું, હતું એ તો સરળ ને સરળ,
તોય ચડી ગયા એના પર કોઈ પડળ રે પડળ,
બંધ થઈ ગઈ એમાં પ્રભુ તારી પાસેની મારી અવરજવર,
થઈ ગયું ત્યારે જાણ થઈ, ના પડી એના પહેલા કોઈ ખબર
સરળતા પર આવ્યા ને લાગ્યા ક્યારે ખોટા રે વળ,
બદલાઈ ગયું જ્યાં હૈયું, બદલાઈ ગયું ત્યાં ઘરનું રે આંગણ,
ખુદના કર્યા ખુદને લાગ્યા, ફરિયાદની લાવું એમાં ક્યાંથી રે પળ,
લોભલાલચ ને મોહમાં પડી, મચી દિલમાં જાણે કેવી હલચલ,
છોડ્યો સરળતાએ સાથ ત્યાં શાંતિએ કર્યા દરવાજા રે બંધ,
પામું પ્રભુ તને હું ક્યાંથી, જ્યાં હૈયામાં ચડ્યા અનોખા રે પડળ.
સરળ હતું હૈયું રે મારું, હતું એ તો સરળ ને સરળ