View Hymn (Bhajan)
Hymn No. 4306 | Date: 27-Oct-20012001-10-272001-10-27લીધી હતી પીછી નકસે તકદીર બદલવાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=lidhi-hati-pichhi-nakase-takadira-badalavaલીધી હતી પીછી નકસે તકદીર બદલવા,
ખ્યાલ આવ્યો ખુદનો, ખુદા એમાં ચીતરાઈ ગયો,
ઇરાદો અમારો એને જોતા જ બદલાઈ ગયો,
આદરતા જ કામ અમારું, સફળતાનું શીખર મળી ગયું,
કૃપા ઉતરી ખુદાની કે જીવન ધન્ય ધન્ય થઈ ગયું,
તરસતા હતા જેના કાજે નયના, આજ નજરોમાં એ આવી ગયું,
કલ્પનાઓનો આકાર હકીકતમાં જ્યાં ચીતરાઈ ગયો,
એકાગ્રતાના ખૂલ્યા જ્યાં દ્વાર સફળતાનો સંગ મળતો ગયો,
સમયનો એક સહેલાબ જાણે અમારા ખ્યાલોમાં સમાતો ગયો,
દીવાના દિલને જાણે પાગલપનનું નવો બહાનું મળી ગયું.
લીધી હતી પીછી નકસે તકદીર બદલવા