View Hymn (Bhajan)
Hymn No. 4283 | Date: 13-Oct-20012001-10-132001-10-13હતો ખ્વાબ જિંદગીમાં ખુદની તકદીર સાથે મળવાનો, એ કદી મળી નહીંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=hato-khvaba-jindagimam-khudani-takadira-sathe-malavano-e-kadi-mali-nahimહતો ખ્વાબ જિંદગીમાં ખુદની તકદીર સાથે મળવાનો, એ કદી મળી નહીં,
કર્યા જતન ખૂબ મળવા એને જીવનમાં, રાહ ચાલતા એ કદી મળી નહીં,
આંખો ફાડી ફાડી રહ્યો ચારે તરફ જોતો, હસ્તી એની મને મળી નહીં,
ખંખેર્યો ખુદને ઘણો મેં તો, મારાથી અલગ એ તો પડ્યો નહીં,
પાડીને અલગ જોવી હતી મારે, કે આખર એ મને મળી નહીં,
પાડી ઘણી બૂમો એને બોલાવવા, વાત એક પણ એણે સાંભળી નહીં,
આખર એવું તો શું હતું એ ના સમજાયું, પણ મને મળ્યું નહીં,
જોવી હતી ખુદની કલાકૃતિ મને મારા જીવનમાં, ઈચ્છા એ પૂરી થઈ નહીં,
નાસમજીમાં સમજાઈ ગયું કાંઈક કે મારી જ તસવીર મેં ઓળખી નહીં .....
હતો ખ્વાબ જિંદગીમાં ખુદની તકદીર સાથે મળવાનો, એ કદી મળી નહીં