View Hymn (Bhajan)
Hymn No. 4453 | Date: 29-Jan-20152015-01-292015-01-29ચાહતની આ ચાહત છે, એમાં તો રાહત છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chahatani-a-chahata-chhe-emam-to-rahata-chheચાહતની આ ચાહત છે, એમાં તો રાહત છે
મા તારામાં એક થાવું છે, તુજમાં સમાઈ જાવું છે
અંત ને આરંભમાં પાછું વળવું છે, તારામાં એક થાવું છે
ના કોઈ આ અદાવત છે, ના કોઈ આ બગાવત છે
તારે તારે તાર સઘળા, સંગ તારી જોડવા છે
ના કાંઈ આપવાનું છે, ના કાંઈ લેવાનું છે, એ જ તો સમજવાનું છે
ખળખળ વહેતી આ સરિતાને, સાગરમાં સમાવું છે
બની મસ્ત મગન, તારી લગનની અગનમાં ઝૂમવાનું છે
ભૂલીને સઘળી ભ્રમણા, ચિત્ત ચૈતન્યની સંગ જોડવું છે
શૂન્યમાંથી આવ્યા, શૂન્યમાં સમાઈ જાવું છે.
ચાહતની આ ચાહત છે, એમાં તો રાહત છે