View Hymn (Bhajan)
Hymn No. 4415 | Date: 07-Sep-20142014-09-072014-09-07સાથી આપણે સાથે ચાલવાનું છે, મિલન આપણું બહુ જલ્દી થવાનું છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sathi-apane-sathe-chalavanum-chhe-milana-apanum-bahu-jaldi-thavanum-chheસાથી આપણે સાથે ચાલવાનું છે, મિલન આપણું બહુ જલ્દી થવાનું છે
મળાવ્યા છે એ વિધાતાએ આપણને, આ મિલન ના અધૂરું રહેવાનું છે
હાથ આપ્યો છે જ્યાં એણે, એક બીજાને એકબીજાના હાથમાં
હાથ એનો પકડીને મંઝિલે, આપણે પહોંચવાનું છે, સાથી ...
કોઈ દૂર નથી કરી રહ્યું આપણને, ના કોઈ દૂર કરી શકવાનું છે
ચાહે છે જે પ્રભુ એ તો છે દિવ્ય મિલન, હવે તું દેર શાને કરે છે
શરીરભાન ભૂલીને આગળ, આપણે વધવાનું છે
છોડીને તારું-મારું, પ્રભુતામાં પગલાં માંડવાનાં છે
વરસી રહી છે દિવ્ય પ્રેમની અમીવર્ષા, બસ એમાં ભીંજાતા જવાનું છે,
કરી રહ્યો છે પ્રભુ બધું, પૂર્ણ સમર્પણ એને કરવાનું છે
સાથી આપણે સાથે ચાલવાનું છે, મિલન આપણું બહુ જલ્દી થવાનું છે