View Hymn (Bhajan)
Hymn No. 4416 | Date: 07-Sep-20142014-09-072014-09-07તું ગભરાય છે રે શાને, તારું કાંઈ છૂટવાનું નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tum-gabharaya-chhe-re-shane-tarum-kami-chhutavanum-nathiતું ગભરાય છે રે શાને, તારું કાંઈ છૂટવાનું નથી,
તને હજી ઘણું મળવાનું બાકી છે, તું ...
બોલાવી રહ્યો છે દિવ્ય પ્રેમ તને, ના એને તારી પાસે કાંઈ લેવું છે
આપવું છે ને આપવું છે એને, પોતાનું બધું તને આપી દેવું છે
પોકાર એની તો પ્રેમની, તને સશક્ત બનાવવાની છે
મળશે એટલું જીવનમાં, પામશે એટલું જીવનમાં તું, ના કાંઈ બાકી રહેવાનું છે
પોતાના વિચારોને અને આંકવાને, હવે તો બંધ કરવાનું છે
ના થાય તારાથી કાંઈ તો કાંઈ નહીં, તારી જાત એને સોંપવાની છે
નિભાવી રહ્યો છે જવાબદારી એની, ને આગળ એ તો નિભાવવાનો છે
તું ગભરાય છે રે શાને, તારું કાંઈ છૂટવાનું નથી